વિદેશ અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓએ બચત કઈ રીતે કરવી ? | Shahnri

Shah NRI Multi Services is a SINGLE POINT FACILITATOR to NRIs and NRGs. This is An NRI’s initiative by our honorable Director Mr. Mike Shah (Mahesh Shah), who has been settled in USA more than 2 decades and experienced the problems faced by him, during his frequent visits to India.

HAPPY REPUBLIC DAY - 26% Membership Discount

* વિદેશ અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓએ બચત કઈ રીતે કરવી ?

‘The art is not in making money, but in keeping it.’- Proverb

ભણવા સાથે પૈસા કઈ રીતે બચાવી શકાય તેવી ધ્યાનમાં રાખવા જેવી બાબતો જોઈએ.

– લોકલ જિમ જોઇન કરવાને બદલે કોલેજ કેમ્પસમાં આવેલું જિમ જોઇન કરવું. ઘણી બધી કોલેજોમાં ફ્રી મેમ્બરશિપ હોય છે અથવા તો ઓછા રેટ હોય છે.

– કોઈ પણ વસ્તુ જો વપરાઈ શકે એમ હોય તો તેને ફેંકી દેવાને બદલે વેચવાનો આગ્રહ રાખવો. ઘણી બધી વેબસાઇટ ત્યાં છે જેમાં જૂની વસ્તુઓ સેલ માટે મૂકી શકાય છે. તમે કોઈ બજારમાં પણ જૂની વસ્તુઓનો સેલ કરી શકો છો.

– શોપિંગ કરવાનો આગ્રહ એવી જગ્યાએથી રાખો જ્યાં વિદ્યાર્થીઓ માટે ડિસ્કાઉન્ટ હોય.

– બેઝિક ફોન પેકેજ લેવો જેમાં અનલિમિટેડ મેસેજ અને ઇનકમિંગ કોલ ફ્રી હોય.

– વિદેશમાં ઘણી બધી વખત જેવા કે Thanks Giving Day, Black Friday, Christmas, Easter વગેરે દિવસો દરમિયાન સેલ યોજાતા હોય છે. વિદ્યાર્થીઓએ પહેલેથી આયોજન કરીને આવા સેલ ચાલતા હોય ત્યારે જરૂરિયાતની વસ્તુઓને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી વર્ષિક ખર્ચ માટેના ઘણા બધા પૈસા બચાવી શકાય.

– જો વિદ્યાર્થીઓનાં કોઈ સગાંવહાલાં કે મિત્રો જે તે શહેરમાં અથવા તો તે દેશમાં રહેતા હોય તો શરૂઆતમાં તો હંમેશાં પૂછીને ખરીદી કરવી જોઈએ. આવા અંગત સ્નેહી પાસેથી ઘણી વખત ખૂબ જ અમૂલ્ય સલાહ મળતી હોય છે.

– વિદ્યાર્થીઓએ પૈસાનું માસિક બજેટ બનાવવું. સામાન્ય રીતે વિદ્યાર્થીઓને માસિક બજેટ બનાવવા માટેનો અનુભવ હોતો નથી. માસિક બજેટને અ્નુસરવાથી ખર્ચ પર કાબૂ રહે છે. બજેટ બનાવવા માટે ઘણી બધી એપ્લિકેશન જેવી કે Moneywise, Goodbudget, Spendometer, Savings Good વગેરે વિદ્યાર્થીઓએ વાપરવી જોઈએ.

– વિદ્યાર્થીઓએ શક્ય બને તો વિદેશથી પોતાના ઘરે હંમેશાં Skype, Whatsapp વગેરેના માધ્યમથી વાત કરવી જોઈએ જે Wi-Fiથી ફ્રીમાં કોલ કરી શકાય છે. ભારત વાત કરવા માટેનાં ઘણાં જ સસ્તાં કોલિંગ કાર્ડ્સ મળે છે તેનો ઉપયોગ કરવો જોઈએ.

– વિદ્યાર્થીઓ મોટાભાગે વિદેશમાં ભણવા સાથે અઠવાડિયાના 20 કલાક કામ કરી શકે છે. તો કોઈ પણ જાતની નાનમ રાખ્યા વગર ભણવાનું બગડતું ના હોય તો અઠવાડિયાના 20 કલાક કામ કરીને પોતાનો જીવન જરૂરિયાતનો માસિક ખર્ચ પોતાની રીતે કવર કરી શકાય તેવી ગોઠવણ કરવી જોઈએ.

– વિદ્યાર્થીઓએ જો શક્ય બને તો ભણવા માટે એવાં શહેર પસંદ કરવાં જોઈએ કે જ્યાં રહેવાનો ખર્ચ મુખ્ય શહેરોના બદલે ઘણો ઓછો આવતો હોય.

– વિદ્યાર્થીઓએ બેન્ક એકાઉન્ટ ખોલાવી શક્ય હોય તો દરેક ખર્ચ ATM કાર્ડથી કરવો જોઈએ, જેથી દરેક ખર્ચનો હિસાબ મળી રહે અને આ ખોટો ખર્ચ થાય છે તેનું બેન્ક સ્ટેટમેન્ટથી ધ્યાન રહે.

*Latest News