લંડન ખાતે ‘રંગીલું ગુજરાત’ કાર્યક્રમની તડામાર તૈયારીઓ, જોવા મળશે ગુજરાતની ભવ્યતા | Shahnri

Shah NRI Multi Services is a SINGLE POINT FACILITATOR to NRIs and NRGs. This is An NRI’s initiative by our honorable Director Mr. Mike Shah (Mahesh Shah), who has been settled in USA more than 2 decades and experienced the problems faced by him, during his frequent visits to India.

HAPPY REPUBLIC DAY - 26% Membership Discount

* લંડન ખાતે ‘રંગીલું ગુજરાત’ કાર્યક્રમની તડામાર તૈયારીઓ, જોવા મળશે ગુજરાતની ભવ્યતા

આગામી તારીખ 20 અને 21 ઓગસ્ટ 2016ના રોજ લંડના બ્રેન્ટ બોરો ખાતે રેડ લોટસ ઇવેન્ટ્સ અને બ્રેન્ટ કાઉન્સીલ દ્વારા ‘રંગીલુ ગુજરાત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતની નવી પેઢીને પોતાની સંસ્કૃતિ અને વિવિધતાને સમજવામાં તેમજ ગુજરાતને નજીકથી જાણવામાં પણ મદદ મળશે. આ ઇવેન્ટની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ ઇવેન્ટ માટે સેટ બનાવવાથી માંડીને નાના-નાના તંબુઓ લગાવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે જેથી કરીને લોકોને કોઇ તકલીફ ના પડે.

બ્રિટશ ગુજરાતીઓ દ્વારા પોતાના સાંસ્કૃતિક ગર્વ માટે વાઇબ્રન્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. આ ઇવેન્ટમાં ભાગ લેનાર મહેમાનોને ગુજરાતનું સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ, સાંસ્કૃતિક સંગીત અને સાંસ્કૃતિક નૃત્યનો આનંદ માણશે જે પહેલા ક્યારેય પણ નહીં જોવામાં આવ્યો હોય. ઇવેન્ટમાં એક વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે જેમાં લોકો ગુજરાતની સાંસ્કૃતિક કલા, માટી કામ જેવી ફાઇન આર્ટ્સની કલાઓની જટીલતાઓને પણ સમજવામાં મદદરૂપ થશે. ‘રંગીલુ ગુજરાત’ ઇવેન્ટમાં ગુજરાતની વિવિધતા અને તેની શક્તિની જલક મેળવવા માટે લોકોને પ્રેરીત કરવામાં આવશે. સાથે જ દુનિયાભરમાં પોતાના બુદ્ધીચાતુર્યથી આગળ વધેલી ગુજરાતી પ્રજાને લોકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે. ‘રંગીલુ ગુજરાત’ ગુજરાતની સંસ્કૃતિ અને ઉજવણી અને બીજા પાસાઓ પર લોકોને માહિતગાર કરશે.

*Latest News