અ’વાદના અમી જાની સહિત 6 NRIનું સન્માન થશે, અપાશે સેલ્યૂટ ઈન્ડિયા એવોર્ડ | Shahnri

Shah NRI Multi Services is a SINGLE POINT FACILITATOR to NRIs and NRGs. This is An NRI’s initiative by our honorable Director Mr. Mike Shah (Mahesh Shah), who has been settled in USA more than 2 decades and experienced the problems faced by him, during his frequent visits to India.

HAPPY REPUBLIC DAY - 26% Membership Discount

* અ’વાદના અમી જાની સહિત 6 NRIનું સન્માન થશે, અપાશે સેલ્યૂટ ઈન્ડિયા એવોર્ડ

બહેરિનના અમી જાની અને અમેરિકામાં વસતા ડૉ. પ્રદીપ કણસાગરાને સન્માનિત કરાશે.

અમી હર્ષદ જાની: મૂળઅમદાવાદના અને બહેરિનમાં રહે છે. ગલ્ફ દેશમાં બિઝનેસ વુમન તરીકે સફળ થયા છે

રિઝવાન આડતિયા: મૂળપોરબંદરના અને વર્ષો પહેલા 150 રૂપિયા લઈને દરિયાપાર ગયેલા. માત્ર ગુજરાતમાં નહીં દેશમાં સિનિયર સિટીઝન્સ માટે સેવાકીય પ્રવૃત્તિ

ડૉ. પ્રદીપ કણસાગરા: મૂળરાજકોટના અને અમેરિકામાં કીડનીના દર્દીઓ માટે કામ કરે છે. સૌરાષ્ટ્ર કચ્છના કીડનીના દર્દીઓ માટે હોસ્પિટલનું નિર્માણ કર્યું છે અને મામુલી ફીમાં કિડનીના દર્દીઓની સારવાર કરે છે.

ભીખુભાઈ પટેલ: મૂળઆણંદના અને અમેરિકામાં રહે છે. જરૂરિયાતમંદ લોકોનું 600 રૂપિયામાં ડાયાલિસીસ કરાવે છે અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં તેમનું મહત્વનું યોગદાન છે.

ડૉ. દયાલ મેશરી: મૂળપાટણના અને અમેરિકામાં ઝોઓ એડવાન્સ રિસર્ચ કંપનીમાં પ્રેસિડેન્ટ છે અને સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાએલા છે.

સુરેશ જાની: મૂળમહેસાણાના અને અમેરિકામાં રહેતા સુરેશ જાનીએ ગુજરાતી સંસ્કૃતિ, ભાષા, માનવતા સિદ્ધ થાય તેવા સેવાકાર્યોમાં નોંધપાત્ર કામગીરી કરી છે.

માદરેવતનની પ્રતિતી માત્ર દિલમાં રાખવાને બદલે એવા ગુજરાતીઓ કે જેઓ દરિયાપાર વસે છે અને સામાજિક નિસબત ધરાવે છે તેમને ‘સેલ્યુટ ઈન્ડિયા એનઆરઆઈ એવોર્ડ 2016 અપાશે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં 23 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે એવોર્ડ સમારંભ યોજાશે. એવોર્ડ સમારંભમાં મૂળ અમદાવાદના અને બહેરિનમાં રહેતા અમી હર્ષદ જાની, આફ્રિકામાં રહેતા રિઝવાન આડતિયા અને અમેરિકામાં રહેતા ડો. પ્રદીપ કણસાગરા, ભીખુભાઈ પટેલ, ડો.દયાલ મેશરી અને સુરેશ જાનીને એવોર્ડ અપાશે.

રા પોઝિટીવ મીડિયાના ફાઉન્ડર રમેશ તન્નાએ કહ્યું કે, ‘આ એવોર્ડ એવી હસ્તિઓેને અપાશે જેમના દિલમાં વતન કાયમ ધબકે છે, એટલુ નહીં તેઓના કાર્યોને લઈને તેમને સલામ કરવાનું મન થાય છે. તેમાં મૂળ પોરબંદરના પણ આફ્રિકામાં રહેતા રિઝવાન આડતિયા ગુજરાતમાં એકલા રહેતા સિનિયર સિટીઝન્સ માટે સેવા કરે છે. તો બીજી તરફ બહેરિનમાં જ્વેલરીનો બિઝનેસ કરતાં અમી હર્ષદ જાની માનવતાલક્ષી પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા છે. અમેરિકામાં વસતાં ભીખુભાઈ પટેલ, ડો.દયાલ મેશરી અને સુરેશ જાનીનું પણ ગુજરાત માટે કંઈ પણ કરી છૂટવા તત્પર રહે છે.’

*Latest News