10 વર્ષના વિઝિટર વિઝા લેવા શું પ્રોસેસ કરવી પડે? | Shahnri

Shah NRI Multi Services is a SINGLE POINT FACILITATOR to NRIs and NRGs. This is An NRI’s initiative by our honorable Director Mr. Mike Shah (Mahesh Shah), who has been settled in USA more than 2 decades and experienced the problems faced by him, during his frequent visits to India.

RBI GUIDELINE REG. CASH DEPOSIT FOR NRI PEOPLE

* 10 વર્ષના વિઝિટર વિઝા લેવા શું પ્રોસેસ કરવી પડે?

E-B-5 ઇન્વેસ્ટર્સ વિઝામાં પાંચ લાખ ડોલર રોકી ફેમિલીનું ગ્રીનકાર્ડ મેળવી અમેરિકામાં કાયમ માટે સ્થાયી થવા માટે કઈ રીતે ડોલર્સ રોકવા અને કઈ પ્રોસિજર તથા ડોક્યુમેન્ટ જોઈએ? – કે. ડી. શાહ, અમદાવાદ
જવાબ : પાંચ લાખ ડોલર્સનો સોર્શ લીગલ હોય તો પ્રૂફ ઓફ ફંડ્સ જે ફાઇનાન્સીયલ સ્ટેટમેન્ટ સાથે અમેરિકામાં ટ્રાન્સફર કરી એક ઇમિગ્રેન્ટ પિટિશન ફાઇલ કરવી પડે, જે માટે ફેમિલીનાં બધાં જ સર્ટિફિકેટ્સ, બિઝનેસ કે એમ્પ્લોયમેન્ટ ડોક્યુમેન્ટ્સ, દરેકના બે કલર ફોટા વગેરે ફાઇલ કરવા પડે. EB-5માં રોકાણ કરી ગ્રીનકાર્ડ મેળવવાનું દુનિયાના બીજા પંદર કન્ટ્રીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરતાં અમેરિકામાં ઘણું ઓછું અને સિમ્પલ ઇન્વેસ્ટમેન્ટ છે.

વિઝા ફોર્મમાં બધી જ વિગતો પરફેક્ટ અને સાચી જ લખવી જોઈએ. ઉપરાંત વિઝા ઇન્ટરવ્યૂ બરાબર તૈયાર કરવો જોઈએ. પછી જ ઇન્ટરવ્યૂ આપવો

સવાલ: અમેરિકાનું ગ્રીનકાર્ડ પાછું આપી 10 વર્ષના વિઝિટર વિઝા લેવા હોય તો શું પ્રોસેસ કરવી પડે? – એક વાચક, મુંબઈ
જવાબ :વિઝિટર વિઝાનું ફોર્મ D.S 160 મુંબઈ કોન્સ્યુલેટમાં ફાઇલ કરતા પહેલાં અથવા તે જ વખતે I-407 નંબરના ફોર્મમાં ચીવટપૂર્વક વિગતો લખી તેની સાથે અસલ ગ્રીનકાર્ડ અમેરિકન એમ્બેસી, ન્યૂ દિલ્હી રજિસ્ટર્ડ પોસ્ટ એ.ડી.થી જ મોકલવું જોઈએ, જેથી એમ્બેસીને ગ્રીનકાર્ડ મળ્યાનો પુરાવો રહે. 407 ફોર્મમાં ગ્રીનકાર્ડ પરત કરવાનું સચોટ અને સાચું કારણ દર્શાવવું અત્યંત જરૂરી છે. તે જ પ્રમાણે વિઝા ફોર્મમાં બધી જ વિગતો પરફેક્ટ અને સાચી જ લખવી જોઈએ. ઉપરાંત વિઝા ઇન્ટરવ્યૂ બરાબર તૈયાર કરવો જ જોઈએ. પછી જ ઇન્ટરવ્યૂ આપવો.

સવાલ: હું યુ.એસ.ની એક લેડીને ઓળખું છું, જે મને તેમના પુત્ર સમાન જ માને છે. આવા માતા-પુત્રના સંબંધે મારે અમેરિકા જવું હોય તો કોઈ પ્રોબ્લેમ થાય? – પંકજ વરિયા, રાજકોટ
જવાબ :ના. અમેરિકાના એડોપ્શનના કાયદા ઇન્ડિયાના કાયદા કરતાં જુદા છે. તમને દત્તક લેવા હોય તો તમારી ઉંમર 16 વર્ષની અંદર હોવી જોઈએ, દત્તક લેનાર 25 વર્ષ ઉપરાંતની વ્યક્તિ સિટિઝન હોવી જોઈએ. તેની પાસે બે વર્ષની કસ્ટડી હોવી જોઈએ વગેરે. તમે વિઝિટર વિઝા મેળવો તો કોઈ પ્રોબ્લેમ નથી.

સવાલ: આ ડિસેમ્બરમાં મારાં જેની સાથે લગ્ન થવાનાં છે તે મારી ફિયાન્સી અમદાવાદમાં તેમના ફેમિલી સિવાય એકલી સાત જ દિવસ માટે આવી માત્ર લગ્નની નોંધણી કરી પિટિશન કરવા માગે છે તે બરાબર છે? – એક વાચક, અમદાવાદ
જવાબ :ના. માત્ર જન્મની નોંધણીની જેમ લગ્નની નોંધણી કરાવવી તે હિન્દુ મેરેજ એક્ટ 1955 અન્વયે લગ્ન થયાં કહેવાય નહીં, તેથી તમારી પિટિશનના ઇન્ટરવ્યૂમાં તપાસ થશે તો વિઝા નહીં આપે. વિધિસર લગ્ન કરો.

સવાલ: હું ઇન્ડિયાથી 2009માં F-1 સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકા આવ્યા પછી F-1 વિઝા દરમિયાન મેં બે કોલેજ બદલી હતી અને થીસિસ દરમિયાન ડિગ્રી મોડી આવેલી તેમજ હું O.P.T દરમિયાન 90 દિવસ અનએમ્પ્લોઇડ રહેલો. મને H-1B વિઝા મળ્યા છે, પરંતુ હું જ્યારે જ્યારે ઇમિગ્રેશનમાં રૂબરૂ અપ્રોચ કરતો ત્યારે ત્યારે ટ્રબલ થતી. હવે હું ઇન્ડિયામાં સ્ટેમ્પિંગ માટે આવું કે અમેરિકામાં જ રહું. મારો H-1B વિઝા ઓક્ટોમ્બર, 2014 છે. – એક વાચક, અમેરિકા
જવાબ : તમારે અમેરિકાના ઇમિગ્રેશન વિભાગમાં અમેરિકાના આ કામના એક્સપર્ટ લોયર મારફતે જ સંપર્ક કરવો જોઈએ અને તે જે સલાહ આપે તે પ્રમાણે તમારા કેસની વિગતો જોતાં વર્તવું જોઈએ. ઇન્ડિયામાં સ્ટેમ્પિંગ માટે આવવાની તે સલાહ ના આપે તો ત્યાં જ રહેવું જોઈએ, કારણ કેટલીક વાર કંપની અંગે વહેમ પડે કે કોઈ ટેક્નિકલ ક્ષતિ હોય તો કેટલાક કેસમાં સ્ટેમ્પિંગમાં પ્રોબ્લેમ થાય છે.

સવાલ: મારા હસબન્ડ યુ.કે.ના સિટિઝન છે અને તેમણે મારા માટે તારીખ 7-7-2016ના રોજ ડિપેન્ડન્ટ સ્પાઉસ વિઝા માટે એપ્લાય કરેલું છે, પરંતુ અમને વિઝા ઓફિસમાંથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી, તો હવે શું કરવું? – અર્પિતા વ્યાસ, અમદાવાદ
જવાબ : ઇમિગ્રેશનની પિટિશનમાં તાત્કાલિક જવાબમાં પિટિશન મળ્યાની રિસીપ્ટ આવી હોય તો તેના આધારે ઓનલાઇન તપાસ થઈ શકે અથવા યુ.કે.ના ઇમિગ્રેશન લોયર કે બેરિસ્ટરનો સંપર્ક કરવો જોઈએ. તમે માનો છો તે પ્રમાણે એક જ મહિનામાં ઇમિગ્રેશનમાં જલદી પ્રોસેસ થાય નહીં. થોડી રાહ જુઓ.

*Latest News