વિઝિટર વિઝાનું કન્વર્ઝન થાય? એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ થઈ શકે ? | Shahnri

Shah NRI Multi Services is a SINGLE POINT FACILITATOR to NRIs and NRGs. This is An NRI’s initiative by our honorable Director Mr. Mike Shah (Mahesh Shah), who has been settled in USA more than 2 decades and experienced the problems faced by him, during his frequent visits to India.

15% Membership Discount on Rakshabandhan Festival

* વિઝિટર વિઝાનું કન્વર્ઝન થાય? એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ થઈ શકે ?

સવાલ:મને અમેરિકાના વિઝિટર વિઝા મળ્યા છે અને 4 વીક માટે અમેરિકા જવાનું નક્કી કર્યું છે. હાલમાં મારી જોબ છૂટી ગઈ છે. વિઝિટર વિઝાનું કન્વર્ઝન થઈ શકે? એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ થઈ શકે?
હિમલ શેઠ, સુરત

જવાબ:જેણે EB-5 ઇન્વેસ્ટર્સ વિઝા માટે પાંચ લાખ ડોલરના રોકાણ દ્વારા એપ્લાય કર્યું હોય અને તેની પાસે વિઝિટર વિઝા હોય અથવા વિઝિટર વિઝા માટે એપ્લાય કરી વિઝિટર વિઝા મળે તો તે વ્યક્તિ વિઝિટર વિઝા ઉપર અમેરિકા જઈ એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ અર્થાત્ ચેન્જ ઓફ સ્ટેટસની પિટિશન એપ્રૂવ થયેથી અમેરિકામાં સેટલ થઈ શકે. આ સિવાય પણ કેટલાક સંજોગોમાં પિટિશન થઈ શકે, પરંતુ માત્ર વિઝિટર-ટૂરિસ્ટ વિઝા હોય અને તેમના માટે ગ્રીનકાર્ડ માટેની કોઈ કેટેગરી ઉપલબ્ધ ના હોય તો તેવા તમામ વિઝિટર વિઝાવાળા કોઈ પણ જાતની કાયદેસરની કાર્યવાહી કર્યા સિવાય અમેરિકાના કાયમી નિવાસી થઈ શકે નહીં. વિઝિટર વિઝાના 6 મહિનાના વિઝા સમાપ્ત થઈ ગયા પછી અમેરિકામાં રહેવાનું ઇમિગ્રેશનના કાયદા અનુસાર ગેરકાયદે છે.

સવાલ: મારી પુત્રી અને તેનો પતિ બંને અમેરિકામાં એરપોર્ટ ઉપર 6 મહિનાના વિઝા મ‌‌ળ્યા પછી ત્યાં રહ્યાં છે. 6 મહિનાનો સમય પૂરો થઈ ગયો છે અને તેમ છતાં તેનો પતિ ઇન્ડિયા પાછો આવવા માગતો નથી. મારી પુત્રી તેના પતિથી ખુશ નથી, તો શું કરવું?
એક વાચક, અમદાવાદ

જવાબ: તમારા જમાઈએ કાયદા વિરુદ્ધનો નિર્ણય કર્યો છે, પરંતુ તમારી પુત્રીએ તેને સમજાવી ઇન્ડિયા પરત આવવું જોઈએ. પતિ ના માને તો એકલા પાછા આવતા રહેવું જોઇએ.

સવાલ:મારી સિસ્ટર અમેરિકાની સિટિઝન થયેલી છે. હવે તે મારા માટે, હસબન્ડ માટે અને 13 વર્ષના પુત્ર માટે ગ્રીનકાર્ડ સારુ પિટિશન ફાઇલ કરે તો અમને ત્રણેયને બ્લડ રિલેશન ઉપર ઇમિગ્રન્ટ વિઝા મળે? અમારી ઉંમરના લીધે કોઈ પ્રોબ્લેમ થાય ખરો?
હરેશ શિંગાલા, રાજકોટ

જવાબ:તમારી પિટિશન સિટીઝન્સ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સની F-4 કેટેગરીમાં થશે, જેમાં તમારા 13 વર્ષના પુત્રનો સમાવેશ થાય, પરંતુ કેટેગરીને ઘણા વર્ષો લાગે છે. વિઝા માટે ઇન્ટરવ્યૂ લેટર આવશે ત્યારે તમારા પુત્રની ઉંમર 21 વર્ષ ઉપરની થઈ જશે. તેથી પિટિશન ઓપન થાય ત્યારે તમારા પુત્ર માટે એજીંગ આઉટની કાર્યવાહી કરવાનું નક્કી કરી શકાય. તમારા બંનેની ઉંમર ગમે તેટલી થઈ જાય તો પણ પ્રોબ્લેમ થશે નહીં અને વિઝા મળશે જ. પિટિશન ફાઇલ થતા પહેલાં વિઝિટર વિઝા માટે પ્રયત્ન કરી શકાય.

સવાલ:મારા ભાઈ અને ભાભીને મુંબઈ કોન્સ્યુલેટમાંથી બિઝનેસ વિઝા મ‌ળી ગયા તેના બીજા દિવસે તેમના ઉપર મુંબઈ કોન્સ્યુલેટમાંથી ફોન આવ્યો અને જણાવ્યું કે મુંબઈ કોન્સ્યુલેટમાં રૂબરૂ આવી જવું પડશે, કારણ કે તમારા વિઝામાં કોઇ ટેકનિકલ ઇસ્યૂ છે, તેથી તેઓ બંને મુંબઈ કોન્સ્યુલેટમાં ગયાં તો તેમની સાથે ખૂબ ખરાબ વર્તન કરી એવું કહ્યું કે તમે બંને અમેરિકામાં રહી જવાનાં છો અને ઇન્ડિયા પાછા નહીં આવો. તેના જવાબમાં ખાતરી આપી કે ચોક્કસ પાછા આવીશું. તેમ છતાં ઘણા સવાલો પૂછી છેલ્લે એવું પૂછ્યું કે તમે બિઝનેસ માટેના એક્ઝિબિશન વગેરે માટે જાવ છો અને તેમાં તમને સફળતા મ‌‌ળે નહીં તો શું કરશો? જેનો જવાબ એવો આપ્યો કે જો સફળતા નહીં મળે તો હું થોડા મહિના અમેરિકામાં કામ કરીશ. આમ છતાં તેમના પાસપોર્ટમાં વિઝા રિજેક્શનની નોંધ કરી છે, તો હવે તેઓએ શું કરવું જોઈએ તે માટે હેલ્પ કરશો.
ધરતી પટેલ, અમેરિકા

જવાબ:તમારા બ્રધરના કેસમાં કેટલીક ભૂલો થઈ હોય તેમ લાગે છે. વિઝા ફોર્મમાં કોઈ ક્ષતિ રહી હોય જેની ઓફિસરને વિઝા આપ્યા પછી ખબર પડી હોય અથવા તેમના બેકગ્રાઉન્ડ ચેક જેને Consul 14 Lookout and support system (CLASS) કહે છે તે દરેક વિઝા અરજદાર માટે અચૂક ચેક થાય છે. તેમાં પાછળથી કે વિઝા આપ્યા પછી કોઈ બાતમી મળે તો વિઝા રિજેક્ટ કરવાનો ઓફિસરને અધિકાર છે. ઉપરાંત કોઈ વ્યક્તિએ પત્ર કે ફોન દ્વારા સાચી કે ખોટી માહિતી આપી હોય તેની ચકાસણી થઈ શકે. તમારા બ્રધરે મુંબઈ જતા પહેલાં સવાલો તથા તેના જવાબો અંગે વિચાર્યા પછી જવું જોઈતું હતું. તેમણે અમેરિકામાં કામ કરીશ તેવું કહેવાય નહીં. જેનો અર્થ એવો થાય કે તે ત્યાં રહી જશે.

સવાલ:મારે કેનેડા જવું છે, પરંતુ મારા પોસપોર્ટની જન્મ તારીખ અને મારા બર્થ સર્ટીની જન્મ તારીખ જુદી જુદી છે, તો મારે શું કરવું જોઈએ?
શિવ પટેલ, અમદાવાદ

જવાબ:બંનેમાંથી જેમાં જન્મતારીખ સાચી હોય તે પ્રમાણે જે-તે ડોક્યુમેન્ટમાં સુધારો કરાવવો જોઈએ. વિઝિટર વિઝા માટે પાસપોર્ટ જોવામાં આવે છે.

*Latest News