વિઝા રિન્યુઅલ માટે કેવી તૈયારીઓ કરવી જોઈએ? | Shahnri

Shah NRI Multi Services is a SINGLE POINT FACILITATOR to NRIs and NRGs. This is An NRI’s initiative by our honorable Director Mr. Mike Shah (Mahesh Shah), who has been settled in USA more than 2 decades and experienced the problems faced by him, during his frequent visits to India.

RBI GUIDELINE REG. CASH DEPOSIT FOR NRI PEOPLE

* વિઝા રિન્યુઅલ માટે કેવી તૈયારીઓ કરવી જોઈએ?

સવાલ: અમેરિકામાં મારી ડોટરે ફાઇલ કરેલ IR-5 કેટેગરીમાં હું ત્રણ મહિનાથી અમેરિકા આવ્યો છું. હું ગ્રીનકાર્ડ હોલ્ડર હોઈ મારો પુત્ર જે સ્ટુડન્ટ વિઝા ઉપર છે તેને ગ્રીનકાર્ડ મળે તે માટે શું પ્રોસેસ છે અને તેને ગ્રીનકાર્ડ મળતા કેટલો સમય પસાર થાય?
બિપિનભાઈ પટેલ, યુ.એસ.એ
જવાબ: તમે તમારા પુત્રની ઉંમર જણાવી નથી. તેમજ હવે તેને સ્ટુડન્ટ તરીકે હજુ કેટલાં વર્ષ સ્ટુડન્ટ વિઝા વેલિડ છે તે જણાવ્યું નથી, તેથી આ માટે બે કેટેગરી છે : 1. F-2A, 2. F-2B . હાલમાં F-2A ની 23-3-2015 ની વિઝા અવેલિટી ચાલે છે અને F-2B ની તારીખ 8-10-2010 ની ડેટ ચાલે છે. જો તેનું બર્થ સર્ટી, પાસપોર્ટ અને વિઝાની કોપી મેઇલ કરી શકો તો અહીંથી પણ પિટિશન તૈયાર કરી શકાય.

સવાલ: મારી F-4 ની 14-10-2004 ની ફાઇલ છે તો હજુ કેટલો સમય લાગશે ? બધા કહે છે કે ટ્રમ્પ આવવાથી હવેથી ફાઇલનું કામ અટકી જશે અથવા ધીમું ચાલશે. શું આ વાત ખરેખર સાચી છે?
નિહાલ જલ્પા, અમદાવાદ
જવાબ: ના. આ ખોટી વાત છે. લોકો સમજ્યા વગર ખોટી અફવા ફેલાવે છે. F-4 વિઝા બુલેટિન મુજબ 15-2-2003 થી આગળ વધી ડિસેમ્બરમાં 1-4-2003 આગળ વધી હાલમાં 15-5-2003 સુધી પ્રોસેસ થઈ ગયેલી છે. જો આ જ રીતે દર મહિને 4 અથવા 6 વીક આગળ વધતી જ જાય તો તમને વિઝા મળવામાં હજુ એક વર્ષ અથવા તેથી વધુ સમય લાગી શકે. જો તમારો Well-come લેટર 6 સ્ટેપ્સનો આવી જાય, બધાં જ સ્ટેપ્સ પરફેક્ટ રીતે પૂરાં કરી પેપર્સ ફાઇલ કરો તો જ.

સવાલ: મને અને મારા હસબન્ડને અમેરિકાના ટૂરિસ્ટ-વિઝિટર વિઝા તારીખ 1-3-2007 ના રોજથી 10 વર્ષ સુધીના મળેલા. તે 10 વર્ષ દરમિયાન હું ચાર વખત અમેરિકા જઈ ઇન્ડિયા પરત આવેલી અને મારા પતિ ત્રણ વખત અમેરિકા જઈ ઇન્ડિયા પરત આવેલા. હવે અમે ફરીથી વિઝા માટે ફાઇલિંગ કરી શકીએ ? અમારો પુત્ર અમેરિકામાં 6 વર્ષ ઉપરાંતથી સ્ટુડન્ટ વિઝા ઉપર છે અને તેણે ત્યાં અમેરિકાની ગ્રીનકાર્ડ હોલ્ડર છોકરી સાથે તા. 17-7-2015 ના રોજ લગ્ન કર્યાં છે , તો અમે ફરીથી વિઝા માટે એપ્લાય કરીએ તો મારા પુત્રને કોઈ પ્રોબ્લેમ થાય? અમારે કોન્સ્યુલેટમાં રૂબરૂ જવું પડે? વિઝા રિન્યુઅલ માટે એપ્લાય કરવા શું વધારાની તૈયારી કરવી જોઈએ?
ભારતી પટેલ, અમદાવાદ
જવાબ : તમે ફરીથી દસ વર્ષના વિઝા માટે એપ્લાય કરો તો તમારા પુત્રને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. તમારે ફિંગર પ્રિન્ટ અને ઇન્ટરવ્યૂ માટે મુંબઈ કોન્સ્યુલેટમાં જવું જોઈએ. ડ્રોપ બોક્સ નહીં, કારણ જો તમે દરેક વખતે 6 મહિના અમેરિકામાં રહ્યા હશો તો રૂબરૂમાં બરાબર રીતે ખુલાસા થઈ શકે. તમારા પતિ ડૉક્ટર હોઈ તે કેટલો સમય ત્યાં રહ્યા તે જણાવશો. પહેલી વાર કે બીજી વાર વિઝા માટે એપ્લાય કરતા પહેલાં ઘણી પૂર્વ તૈયારી કરવી જોઈએ. વિઝા ફોર્મ પહેલાં ફાઇલ થાય છે, પછી ઇન્ટરવ્યૂની તારીખ અપાય છે, તેથી તમારા ફોર્મની ઇન્ટરવ્યૂ અગાઉ જ પૂરી ચકાસણી થવાથી વિઝા અાપવો કે નહીં તે લગભગ નક્કી હોય છે, તેથી ઇન્ટરવ્યૂમાં થોડી જ મિનિટોમાં નિર્ણય લેવાઈ જાય છે. ફોર્મ તથા ઇન્ટરવ્યૂ પૂરેપૂરી રીતે અને પરફેક્ટ હોવો જરૂરી છે. ફોર્મમાં સાચી જ વિગતો લખવી.

સવાલ: મારા પિતાની બહેને એટલે કે મારા ફોઈએ અમારા ફેમિલી માટે F-4ની પિટિશન ફાઇલ કરી હતી. જેમાં મારા પિતા પ્રિન્સિપલ બેનિફિશિયરી હતા, પરંતુ મારા પિતાનું અવસાન થયેલું હોઈ અમારી ઇમિગ્રેશન ફાઇલ મારફતે અમે અમેરિકા જઈ શકીએ?
અનંત પટેલ, અમદાવાદ
જવાબ : ના. પ્રિન્સિપલ બેનિફિશિયરી અર્થાત્ મેઇન એપ્લિકન્ટનું અવસાન થાય તો ફાઇલ બંધ થઈ જાય. અમેરિકાના કાયદાઓ અનુસાર પિટિશન કરનાર અર્થાત્ પિટિશનનું અવસાન થાય તો તેના માટે ફાઇલ ચાલુ કરાવવા માટે અહીંથી જ અપીલ કરવી પડે, જે અહીં રહેવા પ્રિન્સિપલ બેનિફિશિયરીની સહીથી અમેરિકા મોકલી શકે છે.

સવાલ: મેં માર્કેટિંગ એન્ડ ફાઇનાન્સમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા પછી મને કુલ સાડા ચાર વર્ષનો કોર્પોરેટ અને ટીચિંગનો અનુભવ છે. મારા પતિને સારો બિઝનેસ છે. તેમનો અભ્યાસ 12મું પાસ છે. હાલમાં હું મેનેજમેન્ટમાં PhD કરું છું. મારા બ્રધર ઓસ્ટ્રેલિયન સિટીઝન છે. જો અમારે કોઈ કન્ટ્રીમાં સેટલ થવું હોય તો શું કરવું?
નિયમિત વાચક, અમદાવાદ
જવાબ : તમારા ભાઈ ઓસ્ટ્રેલિયાના સિટીઝન હોઈ તે જો ત્યાંના કોઈ નિષ્ણાત ઇમિગ્રેશન લોયર કે બેરિસ્ટરનું કન્સલ્ટેશન કરી તમારા ફેમિલી માટે સેટલ થવા જે ઉપાય બતાવે તે પ્રમાણે ફાઇલિંગ કરી શકાય, જેથી તમારો પુત્ર ત્રણ જ વર્ષનો હોઈ તમારા ભાઈ સાથે રહી શકાય. આ સિવાય તમે પીએચડી થઈ જાવ પછી અમેરિકા અથવા કેનેડામાં સેટલ થવા પ્રયત્ન કરી શકો છો, જે માટે તમે જાતે જ તે દેશની વેબસાઇટ ઉપર એપ્લાય કરી શકો.

*Latest News