ન્યૂજર્સીમાં પ્રમુખ સ્વામીનું થયુ હતું ભવ્ય સ્વાગત, આવો હતો માહોલ | Shahnri

Shah NRI Multi Services is a SINGLE POINT FACILITATOR to NRIs and NRGs. This is An NRI’s initiative by our honorable Director Mr. Mike Shah (Mahesh Shah), who has been settled in USA more than 2 decades and experienced the problems faced by him, during his frequent visits to India.

NRI SETU RATNA AWARD 2017 - 17% Membership Discount

* ન્યૂજર્સીમાં પ્રમુખ સ્વામીનું થયુ હતું ભવ્ય સ્વાગત, આવો હતો માહોલ

ઘણા સમયથી બિમાર પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષે બ્રહ્મલીન થયા છે, પ્રમુખ સ્વામીએ સાંજે છ વાગ્યે સાળંગપુર ખાતે અતિંમ શ્વાસ લીધા. પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા હોવાના સમાચારથી સ્વામીનારાયણ સંપ્રદાયમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે. પ્રમુખ સ્વામીની અંતિમ વિધિ 17 ઓગસ્ટે કરાશે અને 14થી 17 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ જિલ્લાના હરિભક્તો માટે અંતિમ દર્શનનું આયોજન કરાયું છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રમુખ સ્વામીના હરિભક્તો છે, અમેરિકા સહિતના દેશોમાં રહેતા હરિભક્તોમાં શોકની લાગણી ફેલાઇ છે અને તેઓ અંતિમ દર્શનાર્થે સાંળગપુર આવવાની તૈયારી કરી રહ્યાં છે. પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે 2014માં અમેરિકાની મુલાકાત લીધી હતી ત્યારે તેમના દર્શન મેળવવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું, જેની તસવીરો આજે આ દુઃખદ ઘડીએ અમે રજૂ કરી રહ્યાં છીએ…

*Latest News