ન્યુ જર્સી ખાતે રાષ્ટ્રવ્યાપી ભારતીય સિનિયરોનું પ્રથમ મહાસંમેલન | Shahnri

Shah NRI Multi Services is a SINGLE POINT FACILITATOR to NRIs and NRGs. This is An NRI’s initiative by our honorable Director Mr. Mike Shah (Mahesh Shah), who has been settled in USA more than 2 decades and experienced the problems faced by him, during his frequent visits to India.

15% Membership Discount on Rakshabandhan Festival

* ન્યુ જર્સી ખાતે રાષ્ટ્રવ્યાપી ભારતીય સિનિયરોનું પ્રથમ મહાસંમેલન

– FISANA સક્રિય
– ૫ હજાર સિનિયરોએ ભાગ લીધો
– બે દિવસનું સંમેલન યોજાયું

– મનોરંજનના વિવિધ કાર્યક્રમો

– ઉમિયા માતાની પ્રાણ પ્રતિષ્ઠા માટે આવેલા પૂ. ચુંદડીવાળા માતાજી ખાસ ઉપસ્થિત રહ્યા

અમેરિકામાં ન્યુ જર્સી ખાતે ઑગસ્ટ તા. ૬ અને ૭ ૨૦૧૬ના રોજ FISANA (ફેડરેશન ઓફ ઇન્ડિયા સિનિયર એસોસીએશન ઓફ નોર્થ અમેરિકા)ના ઉપક્રમે તેમના યશસ્વી ૧૫ વર્ષની ઉજવણીરૃપે પ્રથમ નેશનલ કન્વેન્શન શાનદાર રીતે ઉજવાયું જેમાં બંને દિવસ થઈને ૪થી ૫ હજાર લોકોએ તેનો લાભ લીધો. સમરસેટના ગાર્ડન સ્ટેટ એક્ઝિબીટ સેન્ટરમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

‘ફીસા’ના બિઝનેસમેન ચેરમેન શ્રી કનુભાઈ પટેલ, કન્વેન્શન ચેરમેન તરીકે દાનવીર બીઝનેસમેન શ્રી પિયૂષભાઈ પટેલ, સંનિષ્ઠ, સેવાભાવી અને ભૂતપૂર્વ પ્રમુખ બાબુભાઈ પટેલ (કન્વીનર) તથા FISANA ના વર્તમાન પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ અને તેમની સમગ્ર ઉત્સાહી ટીમે આ કાર્યક્રમને સફળતા બક્ષવા તનતોડ મહેનત કરી હતી.

આ કાર્યક્રમના પ્રથમ દિને ભારતીય સમાજના નામવર મહાનુભાનો તથા આ કાર્યક્રમના ગૌરવવંતા સમર્થકો સર્વ શ્રી એચ. આર. શાહ, ડો. નવીન મહેતા, કેની દેસાઈ, રશ્મિ કામદાર, રાહુલ શુક્લ તા. ૧૫થી પણ વધારે સહયોગી સીનીયર એસોસીએશન્સના હોદ્દેદારો તથા સભ્યો, આમંત્રિત મહેમાનો મનોરંજનવાંછુ રસિયા, ગુજરાતીઓની હાજરીથી સમારંભ દીપી ઉઠયો હતો. જર્સી સીટીના સિદ્ધિધામ મંદિરમાં ઉમિયા માતાની પ્રાણ પ્રતિષ્ઠા કાજે ભારતથી ખાસ પધારેલા અલૌકિક પૂ. ચુંદડીવાલા માતાજીએ પણ પધારી આશીર્વાદ આપ્યા હતા.

ભારત તથા અમેરિકાના રાષ્ટ્રગાન અને દીપ પ્રાગટય જેવા પ્રણાલિકાગત પ્રારંભ બાદ બંને દિવસના કાર્યક્રમનું મુખ્ય અંગ સંગીત હતું સુગમ સંગીત અને ફિલ્મી સંગીત.

દર્શકોની રૃચિને અનુરૃપ નાટક પણ પ્રસ્તુત થયું હતું. કાર્યક્રમના સૂત્રધારો મુખ્ય આયોજકોએ કાર્યક્રમના આયોજનનો મર્મ સમજાવતા અને વસતા સહુ સિનિયરો વચ્ચે સેતુ સ્થપાય. પરસ્પરના હિતોની રખેવાળી માટે ઉચ્ચ સ્તરે રજૂઆત માટે વિચાર વિમર્શ થાય તથા વતનની વહાલપ અહીં ઘેર બેઠા માણી શકાય તે હતો.

FISANAના ચેરમેન કનુભાઈ પટેલ વિશાળ ફાર્માસ્યુટીકલ કંપની Amnealના ચેરમેન છે અને વિશ્વમાં Generic Drug બનાવતી કંપનીમાં સાતમા સ્થાને છે. તેમણે સિનિયરોના પ્રશ્નોમાં સર્વાંગી સાથની વાત કરી હતી. કાર્યક્રમના ચેરમેન પિયૂષભાઈ સીનિયરના હમદર્દ રહ્યા છે અને FISANA ના ચેરમેન પણ હતા તેમણે પણ સહુને મદદને ઓફર કરી હતી.

અમેરિકામાં વસતા સંગીતપ્રેમી નવી પેઢીને ઉત્તેજન આપતા સુરીલી ફેમીલી અને ગાતા રહે મેરા દિલ કાર્યક્રમો સફળ થયાની વાત પણ કરી હતી.સમગ્ર કાર્યક્રમનું હેતુલક્ષી સુરૃચિપૂર્ણ સંચાલન જાણીતા આગેવાન મુકેશ કાશીવાલાએ બેખૂબીથી સંભાળ્યું હતું.આયોજકોનો અન્ય ઉદ્દેશ્ય સ્થાનિક talents ને આમંત્રી તેની શક્તિઓને રાષ્ટ્રીય ફલક પર પેશ કરવાનો હતો જેમાં તેમણે સારી સફળતા મેળવી હતી.

પ્રથમ દિન રાત્રિનું મુખ્ય આકર્ષણ ગુજરાતના ગૌરવ સમા આષાઢી કંઠના ગાયક પાર્થિવ ગોહિલ અને કોકિલકંઠી ગાયિકા જાહ્ન્વી શ્રીમાનકર હતા બંનેના મધુર કંઠમાં ગવાતા ગુજરાતી ગીતો અને ત્યારબાદ બોલીવુડની રમઝટે સહુ શ્રોતાઓને ડોલાવી દીધા હતા.

જુદા જુદા ગાયકો/ સંગીતકારોની રચનાને મેડલીરૃપે પ્રસ્તુત કરી પાર્થિવ તેની દિગ્ગજતાની અનુભૂતિ કરાવી હતી. તો જ્હાન્વી શ્રીમાનકરે આશા, લતા, શમશાદના ગીતો ગાઇને સહુને મંત્રમુગ્ધ કર્યા હતા.

બીજા દિવસે તા. ૭ ઑગસ્ટે શૈલેષ ત્રિવેદીના ગુ્રપે ભવાઈનો ભૂલાતો જતો પણ રસપ્રદ કાર્યક્રમ ગાંધીજી કથાવસ્તુ પર પ્રસ્તુત કર્યો હતો જેને જનતાએ માણ્યો હતો. સ્મિતા (મીકી) પટેલના ગુ્રપે નયનરમ્ય નૃત્ય પ્રસ્તુત કર્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું અભિનવ આકર્ષણ આ સિનિયર મહાનુભાવોની જોડી દ્વારા સ્ટેજ પર કેટવોક હતું હિન્દી ફિલ્મોના ગીતો પર પતિ- પત્ની અદાકારી સાથે ભૂતકાળને યાદ કરે અને દર્શકોનું મન બહેલાવે તે સાથે જ અમેરિકાભરમાં નવીન શરુઆત છે. રાહુલ શુક્લ, નવીન મહેતા, કેની દેસાઈ આદિએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

બીજા દિવસની સંધ્યા આ વિસ્તારના લોકપ્રિય સ્થાનિક ગાયકો/ ગાયિકાઓ મહેશ મહેતા, ફોરમ શાહ, કલ્પેશ પટેલ, કેતુલ પટેલ આદિએ બોલીવુડના ગીતોની રમઝટથી શ્રોતાઓને આનંદિત કર્યા હતા.
આ પ્રસંગે નયનરમ્ય સુવેનિયરનું પણ વિમોચન કરાયું હતું.

*Latest News